
★ માનવનું અધ્યયન કરો. માનવ જ જીવંત કાવ્ય છે.
★ મહાન માનવ એ જ છે જે પોતાના હૃદય-રક્તનું સિંચન કરીને બીજા માટે માર્ગ તૈયાર કરે છે.
★ એ જ વ્યક્તિ મહાન છે જેનું ચરિત્ર સદૈવ અને બધી પરિસ્થિતિઓમાં મહાન અને સમરસ રહે છે.
★ એ જ માનવ સુખી બની શકે જે પોતાના મનનો માલિક હોય, બીજા કોઈ નહીં.
★ જે માનવ વજ્ર જેવો કઠોર ને બળવાન હોય અને સાથે ને સાથે સ્ત્રીના હૃદય જેવી કોમળતા ધરાવે છે તે જ સાચો માનવ છે.
★ આપણી પહેલી અને મહત્ત્વની આવશ્યકતા છે ચારિત્ર્ય-ઘડતર.
★ નીતિમાન થજો. શૂરવીર બનજો. ઉદાર હૃદયના થજો. જાનને જોખમે પણ વીર, ચારિત્ર્યવાન બનો.
★ શ્રેષ્ઠ કાર્યમાં અનેક વિઘ્નો આવે છે.
★ નિષ્ફળતા સ્વાભાવિક છે અને એ માનવજીવનનું સૌંદર્ય છે.
★ બીજાને દોષ ન દો. તમે જે કંઈ દુઃખકષ્ટ ભોગવો છો તેનું એકમાત્ર કારણ તમે જ છો.
★ ઊઠો, હિંમતવાન બનો. બધી જવાબદારી તમારા શિરે લઈ લો. યાદ રાખજો કે તમારા ભાગ્યનિર્માતા તમે પોતે જ છો.
★ જેનામાં આત્મવિશ્વાસ નથી એ જ નાસ્તિક છે.
★ આત્મશ્રદ્ધા જ માનવને નરમાંથી સિંહમર્દ બનાવે છે.
★ તમે બધું કરી શકો છો, તમે સર્વશક્તિમાન છો.
★ પહેલાં એકાંતમાં રહીને-બેસીને ધર્મજીવનને સારી રીતે દૃઢ કરી લેવું પડશે.
★ મન-મૂક બનીને શક્તિ સંગૃહિત કરો અને આધ્યાત્મિકતાનો નડાયનૅમોથ (શક્તિસ્રોત) બની જાઓ.
★ ચિંતન કરતાં શીખો. નવા વિચારો જન્માવો.
★ વિચાર ઘણો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણે જે કંઈ વિચારીએ છીએ તે જ બનીએ છીએ.
★ આપણા વિચારોનો અન્ય માટે પ્રચાર કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ.
★ આપણને આવશ્યકતા છે હૃદય અને મસ્તિષ્કના સમન્વયની.
★ જો હૃદય અને મસ્તિષ્કમાં મતભેદ ઊભો થાય તો હૃદયને અનુસરો.
★ આપણને એવા હૃદયની આવશ્યકતા છે જે સાગર જેવું ગહન-ગંભીર અને આકાશ જેવું વિશાળ-ઉદાર હોય.
★ હૃદય પૂર્ણ બને એટલે મુખે વાણી વહે અને હૃદય પૂર્ણ બને એટલે હાથ પણ કામ કરવા લાગે.
★ આપણે ત્રણ વસ્તુઓની આવશ્યકતા છેઃ અનુભૂતિ માટે હૃદય, કલ્પના માટે બુદ્ધિ અને કામ કરવા માટે હાથ.
★ પૃથ્વીની જેમ બધું સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરો.
★ પવિત્રતા, દૃઢતા અને પરિશ્રમશીલતા – આ ત્રણેય ગુણ એકી સાથે હોય એમ હું ઇચ્છું છું.
★ ગંભીરતાની સાથે શિશુવત્ સરળતાને સાધો.
★ બધાંને પોતાની જેમ જોતાં શીખો. સમાનતાની ભાવના મુક્ત પુરુષનું લક્ષણ છે.
★ ઢોંગી બનવા કરતાં સ્પષ્ટવક્તા નાસ્તિક બનવું વધુ સારું છે.
★ ઊઠો, જાગો અને સંપૂર્ણતઃ નિષ્કપટ બનો.
★ ભય દુર્બળતાનું ચિહ્ન છે.
★ કામના અને સ્વાર્થથી જ ભય નિષ્પન્ન થાય છે.
★ જગતને જો કોઈ એક જ ધર્મનું શિક્ષણ આપવું હોય તો તે છે નનિર્ભયતા.થ
★ મર્દ બનો, સર્વદા કહોઃ નઅભીઃ અભીઃથ હું નિર્ભય છું, હું નિર્ભય છું.
★ દુર્બળતા જ જગતનાં બધાં દુઃખોનું કારણ છે.
★ દુર્બળતાને કારણે જ આપણે ચોરી-લૂંટફાટ, જુઠ્ઠાણાં-દગાબાજી જેવાં અનેક દુષ્કર્માે કરીએ છીએ.
★ જગતને મારે માત્ર આટલું જ કહેવાનું છેઃ બળવાન બનો.
★ શક્તિની ઉચ્ચતમ અભિવ્યક્તિ છે પોતાની જાતને શાંત રાખવી અને પોતાના પગ પર ઊભા રહેવું.
★ સમગ્ર જીવનનું એકમાત્ર ધ્યેય છેઃ કેળવણી.
★ સારા શિક્ષણનું ધ્યેય છેઃ માનવનો વિકાસ.
★ કોઈ પણ પ્રકારનું જ્ઞાન બહારથી નથી આવતું, એ બધું ભીતર જ છે.
★ મનની એકાગ્રતા જ સમગ્ર જ્ઞાન.
★ બાળક સ્વયં શિક્ષણ મેળવે છે. તમારું કર્તવ્ય તો માત્ર તેમને સહયોગ આપવાનું અને અડચણો દૂર કરવાનું છે.
★ કોઈનેય એમ ન કહો કેઃ નતમે ખરાબ છો.થ પરંતુ એને કહોઃ નતમે સારા છો અને વધુ સારા બનો.થ
★ જ્ઞાનપ્રાપ્તિનું રહસ્ય છેઃ બધાંમાંથી સાર-તત્ત્વ ગ્રહણ કરવું.
★ હું ધર્મને શિક્ષણનું અંતરતમ અંગ ગણું છું.
★ સાચું શિક્ષણ હંમેશાં પ્રકૃતિના સંપર્કમાં રહેવાથી જ પ્રાપ્ત થાય છે.
★ સાચું શિક્ષણ એ છે જે માનવને આત્મનિર્ભર બનાવે છે.
★ જે માણસ એમ કહે કે મારે કંઈ શીખવાનું નથી એ માણસ મૃત્યુના પથે છે એમ માની લેવું.
★ જ્યારે માણસને સમજાય કે જડ જગતમાં સુખની શોધના વ્યર્થ છે ત્યારે ધર્મનો પ્રારંભ થાય છે.
★ પ્રત્યક્ષ અનુભૂતિ જ ધર્મનું સારભૂત તત્ત્વ છે.
★ જ્યાં બુદ્ધિ અને વિચારનો અંત આવે છે ત્યાંથી ધર્મનો પ્રારંભ થાય છે.
★ ધર્મ માત્ર શ્રદ્ધાનો વિષય નથી પરંતુ એ તો છે નહોવુંપ અને નબનવુંપ.
★ નિઃસ્વાર્થપણું જ ધર્મની કસોટી છે.
★ ધર્મનો મૂળ ઉદ્દેશ્ય છેઃ માનવને સુખી કરવો.
★ જે ધર્મ ગરીબોનાં દુઃખ ન દૂર કરી શકે અને માનવને દેવ ન બનાવી શકે એ ધર્મ શું ધર્મ છે ?
★ વાસ્તવિક રીતે બધા ધર્માે એક નચિરંતન ધર્મથનાં અભિન્ન અંગો છે.
★ ધર્માંધોનો કોઈ ધર્મ જ હોતો નથી.
★ સંપ્રદાય ભલે રહે પણ સાંપ્રદાયિકતા દૂર થઈ જવી જોઈએ.
★ દરેક સંપ્રદાય એક એક મહાન સત્યનું દર્શન કરાવે છે.
★ કામના અસીમ છે અને એની પૂર્તિ સીમિત છે.
★ ભોગ તો છે લાખ લાખ ફેણવાળો સાપ – એને કચડવો જ રહ્યો.
★ વાસના જ આપણને બંધનમાં નાખે છે, ગુલામ બનાવે છે.
★ અજ્ઞાન, ભેદભાવવાળી બુદ્ધિ અને વાસના-આ ત્રણેય માનવજાતિનાં દુઃખનું મૂળ કારણ છે.
★ આપણે સુખની પાછળ દોડીએ છીએ અને દુઃખ આપણો પીછો કરે છે.
★ એક તોલા સુખના પ્રમાણમાં એકાદ શેર દુઃખ પણ આવે છે.
★ જીવન ક્ષણભંગુર છે, એક ક્ષણિક સ્વપ્ન છે; યૌવન અને સૌંદર્ય નશ્વર છે.
★ કોઈ જડ વસ્તુને મૂલ્યવાન ન માની લો અને એની લાલચમાં ન લપટાઓ.
★ હંમેશાં મૃત્યુનું મનન કરો.
★ વ્યર્થ અને અજ્ઞાનભરી જિંદગી જીવવા કરતાં મૃત્યુ વધારે સારું છે; હારેલું અને હતાશ જીવન જીવવા કરતાં યુદ્ધભૂમિમાં લડતાં લડતાં મરી જવું એ વધારે સારું છે.
★ નિમ્નનો ત્યાગ કરો જેથી તમને ઉચ્ચતા પ્રાપ્ત થાય.
★ ત્યાગ જ મહાન શક્તિ છે.
★ ત્યાગ-તપસ્યાથી જગતની સૃષ્ટિ થઈ છે.
★ જીવનમાં બધું ભયથી ભરેલું છે. માત્ર ત્યાગ જ નિર્ભય છે.
★ ઉપનિષદોનો પ્રાણ કે મૂળમંત્ર ત્યાગ છે.
★ ત્યાગ જ આધ્યાત્મિકતાનું પ્રથમ સોપાન છે.
★ જો બાહ્ય રીતે ત્યાગ ન કરી શકો તો મનથી બધું ત્યજી દો.
★ જીવનનું રહસ્ય ભોગ નથી પરંતુ અનુભવ દ્વારા કેળવણી મેળવવાનું છે.
★ ઇંદ્રિયજન્ય સુખોને માનવનું પરમ લક્ષ્ય માનવું એ મોટામાં મોટી મૂર્ખામી છે. માનવજીવનનું લક્ષ્ય છેઃ જ્ઞાન.
★ વિશ્વમાં પ્રત્યેક વસ્તુ મુક્તિ માટે સંઘર્ષરત છે.
★ પ્રકૃતિ કે જીવનનો આદર્શ મુક્તિ છે અને આ મુક્તિ પૂર્ણ નિઃસ્વાર્થ ભાવનાથી જ મેળવી શકાય.
★ નિર્બળ મનુષ્ય કદી મુક્તિ મેળવી શકતો નથી.
★ ત્યાગ વિના મુક્તિ શક્ય નથી.
★ ઉચ્ચગ્રાહી બનવું, ઊર્ધ્વગામી બનવું અને પૂર્ણતાની શોધના કરવી એને જ મોક્ષ કહેવાય છે.
★ સર્વાેચ્ચને જ ખોળતા રહો, સદૈવ સર્વાેચ્ચની શોધના કરો કારણ કે સર્વાેચ્ચમાં જ શાશ્વત આનંદ છે. સત્યને જાણી લો અને પળવારમાં જ તમે મુક્ત બની જશો.
★ વાસ્તવમાં અંતિમ સીમા સુધી પહોંચ્યા વિના સત્ય ક્યારેય સુખકર નથી બનતું.
★ નિરપેક્ષ સત્ય એક છે, સાપેક્ષ સત્ય અવશ્ય અનેક હોઈ શકે છે.
★ આપણે અસત્ય દ્વારા સત્ય સુધી નહીં પણ સત્ય દ્વારા ઉચ્ચતર સત્ય સુધી પહોંચવાનું છે. સત્ય જેટલું મહાન છે એટલું જ સહજ બોધગમ્ય છે.
★ એકમાત્ર ઈશ્વર જ સત્ય છે, એકમાત્ર આત્મા જ સત્ય છે અને એકમાત્ર ધર્મ જ સત્ય છે.
★ સત્ય પવિત્રતા છે, સત્ય સર્વજ્ઞાનનો ભંડાર છે.
★ સત્ય બળવાન બનાવનારું, દિવ્ય પ્રકાશ આપનારું અને ઓજસ આપનારું હોવું જોઈએ.
★ સત્ય પ્રાચીન કે અર્વાચીન સમાજ સામે ઝૂકતું નથી. સમાજે જ સત્ય સામે ઝૂકવું પડશે કે મરી ફીટવું પડશે.
★ દુનિયાદારીને દૂર રાખીને સત્યની વેદી પર નિર્ભયતાથી તેની ઉપાસના કરનારને જ સત્ય સાંપડે છે.
★ આદર્શને નીચો રાખીને આપણે આપણી દુર્બળતાનું સમર્થન ન કરવું જોઈએ.
★ જ્ઞાનલાભ માટે શાસ્ત્રોનું અધ્યયન ખૂબ આવશ્યક છે.
★ જેના હૃદયના ગ્રંથ ખૂલી ગયા છે એને કોઈ ગ્રંથની આવશ્યકતા રહેતી નથી.
★ આધ્યાત્મિક જ્ઞાન એવું જ્ઞાન છે કે જે આપણા જીવનનાં બધાં દુઃખ કષ્ટોને કાયમને માટે હરી લે છે.
★ આ દુનિયામાં જ્ઞાનદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે.
★ વેદનો અર્થ છે, અનાદિ સત્યોનો સમૂહ.
★ આર્યાેની બધી વિદ્યાનાં બીજ વેદમાં વિદ્યમાન છે.
★ વેદાન્ત બધા ધર્માેનો બૌદ્ધિક સાર છે.
★ વેદાન્ત જગતનો છેદ ઉડાડી દેતું નથી પરંતુ તે તો તેની વ્યાખ્યા કરે છે, સમજણ આપે છે.
★ વેદાન્તમાં વૈરાગ્યનો અર્થ છેઃ જગતને બ્રહ્મ રૂપે જોવું.
★ વેદાંતનું પ્રતિપાદ્ય છે નવિશ્વનું ઐક્યથ, માત્ર વિશ્વબંધુત્વ નહીં.
★ ઉપનિષદ જ્ઞાનનો સાગર છે. વિશ્વમાં એના જેવું અપૂર્વ કાવ્ય બીજું કોઈ નથી.
★ મુક્તિ – શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ, આધ્યાત્મિક મુક્તિ એ જ ઉપનિષદોના સાંકેતિક શબ્દ છે.
★ ઉપનિષદોનું પ્રત્યેક પૃષ્ઠ મને શક્તિનો સંદેશ આપે છે.
★ ગીતા એક સુંદર પુષ્પમાળા કે ચૂંટેલાં સર્વાેત્તમ પુષ્પોના એક પુષ્પગુચ્છ સમાન છે.
★ મહાભારત ભારતીય ઇતિહાસનો અમૂલ્ય ગ્રંથ છે.
★ સર્વશ્રેષ્ઠ મહાપુરુષ શાંત-મૌન-મૂક અને અજ્ઞાત હોય છે.
★ દરેક મહાપુરુષનું જીવન જ એમના ઉપદેશોનું એકમાત્ર ભાષ્ય છે.
★ આજે પણ આ ભયંકર ભોગ-લાલસાપૂર્ણ સંસાર આવા મહાપુરુષો વિનાનો વાંઝિયો નથી.
★ કૃષ્ણના પ્રાચીન સંદેશમાં આપણને બે સર્વાેપરી વિચાર મળે છેઃ પહેલો છે વિભિન્ન વિચારોનું સામંજસ્ય-સમન્વય અને બીજો છે અનાસક્તિ.
★ જે દૃષ્ટિએ જુઓ તે દૃષ્ટિએ શ્રીકૃષ્ણનું ચારિત્ર્ય સર્વાંગસંપૂર્ણ જણાશે.
★ બુદ્ધ સમતાના મહાન ઉપદેશક હતા.
★ શ્રીરામકૃષ્ણ પરમહંસનું અધ્યયન કર્યા વિના વેદ-વેદાન્ત, ભાગવત અને અન્ય પુરાણોને સમજવાં અસંભવ છે.
★ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જ્ઞાન, પ્રેમ, ત્યાગ, ઉદારતા અને માનવજાતની સેવાની એક પૂર્ણ ઘનીભૂત મૂર્તિ હતા.
★ પ્રત્યેક વ્યક્તિના ઉચ્ચતમ આદર્શને જ ઈશ્વર કહે છે.
★ ઈશ્વર, પ્રકૃતિ, આત્મા, વિશ્વ – આ બધા પર્યાયવાચી શબ્દ છે.
★ ઈશ્વર જગતની બહાર નથી પરંતુ તે તો તેની અંદર જ છે.
★ માત્ર ઈશ્વર જ શાશ્વત છે, બાકી બીજું બધું નશ્વર છે.
★ દિવસ-રાત ઈશ્વરનું જ રટણ-ચિંતન કરો. જેમ બને તેમ બીજા વિષયોનું ચિંતન છોડી દો.
★ સર્વદા ૐકારનો જપ જ યથાર્થ ઉપાસના છે.
★ કોઈની નિંદા ન કરો. જો દુઃખ-વિપત્તિ આવે તો માની લો કે ઈશ્વર તમારી સાથે ખેલ-લીલા કરે છે અને એમ સમજીને-માનીને દુઃખમાં પણ પરમ સુખી બનો.
★ હૃદયની પવિત્રતાથી જ ઈશ્વરદર્શન થશે.
★ મન, વાણી અને કર્મથી પવિત્ર બનો.
★ જો તમે પવિત્ર હશો અને જો તમે બળવાન હશો તો તમે એકલા જ સમગ્ર વિશ્વની સામે ઊભા રહી શકશો.
★ પવિત્રતા, ધૈર્ય અને ખંત આ ત્રણ સફળતાનું રહસ્ય છે પણ પ્રેમ તેમાં સર્વાેપરી છે.
★ તમે તમારી ભીતર આધ્યાત્મિક જ્યોતિ જલાવો. પાપ અને અપવિત્રતાનું અંધારું એની મેળે દૂર થઈ જશે.
★ જગતમાં પવિત્ર ચિંતનનું એક ઝરણું વહાવી દો.
★ આ જગતમાં પ્રત્યેક મનુષ્યને કર્મ તો કરવું જ પડશે. કર્મની સાથે દોષ તો અવશ્ય જોડાયેલ રહે છે.
★ ક્લેશ આસક્તિથી ઉત્પન્ન થાય છે, કર્મથી નહિ.
★ કાર્યક્ષેત્રથી પલાયનવૃત્તિ રાખવી એ શાંતિનો પથ નથી.
★ જે કંઈ કરો છો એને તત્કાલ માટે પોતાની પૂજા જ માની લો.
★ જેટલા પ્રમાણમાં આપણે શાંત અને મૂક બની રહીએ તેટલું આપણા માટે વધારે સારું છે અને એ પ્રમાણમાં વધુ ને વધુ સારું કાર્ય આપણે કરી શકીશું.
★ મુક્ત મને કાર્ય કરો, પ્રેમપૂર્વક કાર્ય કરો. મુક્તિ વિના પ્રેમ સાંપડતો નથી. ગુલામને સાચો પ્રેમ મળતો નથી.
★ પ્રેમ સાથે કરેલું પ્રત્યેક કર્મ આનંદદાયી હોય છે.
★ કર્મ કરો પણ ફળ તો ઈશ્વરને સમર્પિત કરો.
★ હું માત્ર પ્રેમ અને એકમાત્ર પ્રેમનું શિક્ષણ આપું છું. પ્રેમ જ પ્રભુ છે.
★ ઊઠો અને પ્રેમરૂપી પ્રભુની શોધના કરો.
★ પ્રેમનો પ્યાલો પીને પાગલ-મસ્ત બનો.
★ પ્રેમ એક ત્યાગ છે. તે ક્યારેય કંઈ લેતો નથી પણ સદૈવ આપતો રહે છે.
★ પ્રેમ સદૈવ આનંદની અભિવ્યક્તિ છે. એના પર દુઃખનો થોડોય પડછાયો હંમેશાં દેહપરાયણતા અને સ્વાર્થભાવનાની નિશાની છે.
★ આત્મા સિવાય કોઈના પર પ્રેમ-પ્રીતિ રાખવાનું ફળ શોક અને દુઃખ છે.
★ પ્રભુનામ જપમાં ચમત્કારિક શક્તિ છે.
★ સુષુપ્ત શક્તિ પ્રાર્થના દ્વારા સરળતાથી જાગી ઊઠે છે.
★ શબ્દ આવશ્યક નથી. મૌન-મૂક પ્રાર્થના શ્રેષ્ઠતર છે.
★ જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરો. બાકીની બીજી બધી પ્રાર્થના સ્વાર્થ ભરેલી છે.
★ યોગ એટલે – મનુષ્ય અને ઈશ્વરને જોડવાની પદ્ધતિ.
★ જો તમે વધારે વાતો કરતા હો તો તમે યોગી નહીં બની શકો.
★ કોઈ વિષય પર મનને એકાગ્ર કરવાનું નામ જ ધ્યાન.
★ ધ્યાન એ આધ્યાત્મિક જીવનમાં સૌથી મોટું સહાયકબળ છે.
★ જે પવિત્ર વસ્તુ તમને સારી લાગે તેનું ધ્યાન કરો.
★ વિશ્વમાં કેવળ એક આત્મ-તત્ત્વ છે. બાકી બીજું બધું તેની અભિવ્યક્તિ છે.
★ દરેક બિંદુએ પોતાનામાં સિન્ધુને છુપાવ્યો છે.
★ આત્મા જ જીવનનું વાસ્તવિક સ્વરૂપ છે.
★ માનવ-આત્મા શુદ્ધ-સ્વભાવવાળો અને સર્વજ્ઞ છે.
★ આત્મા જન્મ અને મૃત્યુથી પર છે.
★ આત્મા બંધન અને મુક્તિ-એ બંનેથી પર છે.
★ સંપૂર્ણ પ્રકૃતિ એ પુસ્તક છે જેનું આત્મા અધ્યયન કરે છે.
★ પ્રકૃતિની આ બધી પરિવર્તન-ક્રિયાઓ આત્માના વિકાસ માટે છે.
★ હંમેશાં ભીતર જ જુઓ, બહાર ક્યારેય ન જુઓ.
★ તમે જડ નથી, શરીર નથી, જડ તો તમારો દાસ છે.
★ સાક્ષી બનો. પ્રતિક્રિયા કરવાનું ન શીખો.
★ જે સાક્ષી સ્વરૂપ છે તે જ આનંદ પ્રાપ્ત કરી શકે, બીજો નહીં.
★ તમે જન્મજાત અધિકારથી સ્વરૂપતઃ ઈશ્વર જ છો.
★ સ્વયં ઈશ્વર જ તમારું પ્રતિબિંબ કે પ્રતિમાસ્વરૂપ છે.
★ તમારી પાછળ છે શાંતિ અને આનંદનો અસીમ સાગર.
★ ઊઠો, જાગો અને ભીતરના દેવત્વની અભિવ્યક્તિ કરો.
★ સદૈવ સત્ અને અસત્નો વિચાર કરો.
★ પુનઃ પુનઃ કહોઃ નહું આત્મા છું, હું આત્મા છું.થ બાકીનું બીજું બધું ઊડી જવા દો.
★ હું સત્ -ચિત્-આનંદ છું. હું શાંત દેદીપ્યમાન અને અપરિવર્તનશીલ છું.
★ ‘મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી, હું નિર્લેપ આત્મા છું.’ એવી ધારણામાં સાવ તન્મય થઈ જાઓ.
★ દિન-રાત પોતાની જાતને આ જ કહેતા રહોઃ નસોઽહમ્, સોઽહમ્થ.
★ અન્યનું ભલું કરવું એ આત્મવિકાસનો એક ઉપાય છે.
★ અન્યના ભલાથી આપણું જ ભલું થાય છે.
★ જીવસેવાથી ચડિયાતો બીજો કોઈ ધર્મ નથી.
★ કલિયુગમાં દાન જ એકમાત્ર કર્મ છે.
★ જેમ ગુલાબ પોતાના સ્વભાવથી જ સુગંધ ફેલાવ્યા કરે છે તેમ તમે પણ દાન કરો.
★ હાથ એટલા માટે આપ્યા છે કે તમે સદા આપતા રહો.
★ વિદ્યા, બુદ્ધિ, ધન, જન, બળ, વિક્રમ-વિજય-જે કંઈ પ્રકૃતિ આપણી સમક્ષ ધરે છે તે ફરીથી વિતરણ કરવા માટે જ આપે છે.
★ બધું સમર્પિત કરો પણ બદલામાં કંઈ ન ઇચ્છો.
★ બીજાને આપીને ભૂખથી તમે મરી જાઓ તો તે જ ક્ષણે-ક્ષણવારમાં તમે મુક્ત બની જશો.
★ લેવાવાળો ધન્ય નથી, ધન્ય તો છે દેવાવાળો.
★ જ્ઞાનદાન જ સર્વશ્રેષ્ઠ દાન છે.
★ આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવન જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં મરેલા વિશેષ છે.
★ કરુણાજન્ય પરોપકાર ઉત્તમ છે, પરંતુ શિવજ્ઞાને જીવસેવા – સર્વજીવસેવા તો એનાથીયે શ્રેષ્ઠ છે.
★ જે સમગ્ર વિશ્વનો વિભુ છે, તે જ જન જનમાં પણ છે.
★ પ્રત્યેક જીવ સર્વાેચ્ચ પ્રભુનું મંદિર છે.
★ ભારતના રાષ્ટ્રીય આદર્શ છેઃ ત્યાગ અને સેવા.
★ આધ્યાત્મિકતા જ આપણું જીવન-રક્ત છે.
★ આ દેશ દર્શન, ધર્મ, આચારશાસ્ત્ર, મધુરતા, કોમળતા અને પ્રેમની માતૃભૂમિ છે.
★ હિન્દુઓ રાજનીતિ, સમાજશાસ્ત્ર કે એવું બીજું જે કંઈ છે તે બધું ધર્મ દ્વારા જ શીખે છે.
★ હિન્દુ ધર્મનાં ત્રણ સારભૂત તત્ત્વ છેઃ ઈશ્વરમાં, શ્રુતિરૂપ વેદોમાં, કર્મવાદ અને જન્મજન્માંતરવાદના સિદ્ધાંતોમાં શ્રદ્ધા-વિશ્વાસ.
★ હિન્દુઓ અતીતનું જેટલું અધ્યયન કરશે તેટલું જ એમનું ભવિષ્ય ઉજ્જ્વળ બનશે.
★ ભારતનું પુનરુત્થાન થશે પણ જડ-શક્તિથી નહીં પરંતુ આત્માની શક્તિથી.
★ જાતિપ્રથાને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
★ બ્રાહ્મણનો જન્મ ઈશ્વરોપાસના માટે થયો છે.
★ ક્ષાત્રતેજ કે ક્ષત્રિયત્વ – વીરતા, આત્મસંતુષ્ટિ અને પ્રભુત્વમાં નથી પણ એ તો છે આત્મત્યાગમાં.
★ સતીત્વ જ નારીજાતિની જીવન-શક્તિ છે.
★ એ ભૂલશો નહીં કે તમારી નારીઓનો આદર્શ છેઃ સીતા, સાવિત્રી, દમયંતી.
★ સામાન્ય જન અને સ્ત્રીઓમાં શિક્ષણનો પ્રસાર કર્યા વિના આપણી ઉન્નતિનો બીજો કોઈ ઉપાય નથી.
★ સંગઠન અને મેળ-મિલાપ જ પાશ્ચાત્ય દેશવાસીઓની સફળતાનું રહસ્ય છે.
★ મન-વચન-કર્મની એકતા હોય તો મુઠ્ઠીભર લોકો દુનિયાને પલટી નાખે.
★ વિશ્વમાં એક માત્ર એવો દેશ છે જે ધર્મને પૂરેપૂરો સમજે છે – જાણે છે અને તે દેશ છે ભારત.
★ ભારતમાં આપણા સૌમાં જે એક વસ્તુનો અભાવ છે તે છે મેળમિલાપ અને સંગઠનશક્તિ. અને એને પ્રાપ્ત કરવાનો મુખ્ય ઉપાય છે આજ્ઞાપાલન.
★ અરસપરસ વાદ-વિવાદ કરવા અને એકબીજાની નિંદા કરવી એ આપણો જાતીય સ્વભાવ છે.
★ ઈર્ષ્યા જ આપણા ગુલામી માનસવાળા રાષ્ટ્રીય ચારિત્ર્યનું કલંક છે.
★ અહીં દરેક વ્યક્તિ નેતા બનવા ઇચ્છે છે પણ આજ્ઞાપાલન કરનાર કોઈ નથી.
★ ઈર્ષ્યા અને સ્વાર્થભાવના તમને આભડી ગયાં ન હોય તો જ તમે સાચા નેતા બની શકો.
★ જે સાચી સેવા કરી શકે છે તે જ સાચો શાસક કે નેતા બની શકે.
★ નશિર સમર્પે તે સરદારથઃ આપણે તો દગાબાજીથી નેતા બનવાનો પ્રયાસ કરીએ છીએ; એનાથી કંઈ વળતું નથી. અરે, એને કોઈ માનતું નથી.
★ મહાન વિશ્વ-સંગીતમાં ત્રણ ભાવોનો પ્રકાશ વિશેષ પ્રગટી ઊઠે છેઃ સામ્ય, બળ અને સ્વાધીનતા.
★ વિકાસની પહેલી શરત છેઃ સ્વાધીનતા.
★ નિયમોની અધિકતાનો અર્થ છે મૃત્યુ.
★ વિશાળતા જ જીવન છે અને સંકુચિતતા મૃત્યુ છે; પ્રેમ એ જ જીવન છે અને દ્વેષ એ મૃત્યુ છે.
★ કલા સૌંદર્યની અભિવ્યક્તિ છે. પ્રત્યેક વસ્તુ કલાપૂર્ણ હોવી જોઈએ.
★ ભાષાનું રહસ્ય છે સરળતા.
★ મનની શક્તિથી શરીરને સ્વસ્થ અને સબળ રાખી શકાય છે.
★ ભોજન એવું હોવું જોઈએ કે માત્રામાં ઓછું પણ પોષણક્ષમ હોય.
★ જાણે તમે એક વિદેશી પથિક, પર્યટક હો એ રીતે જગતમાં કાર્ય કરો.
★ આ દુનિયા એક મોટી વ્યાયામશાળા છે જ્યાં આપણે પોતાની જાતને બળવાન બનાવવા આવીએ છીએ.
★ સંસાર-જગત ન તો સત્ય છે કે ન તો અસત્ય. તે સત્યનો પડછાયો છે.
★ મારી દૃષ્ટિએ આ સંસાર એક ખેલ સિવાય બીજું કંઈ નથી.
★ હું માત્ર એટલું જ શિક્ષણ આપું છું જેને મેં મારા અનુભવથી સત્યરૂપે જોયું છે.
★ સત્ય જ મારો ઈશ્વર છે અને સમગ્ર વિશ્વ જ મારો દેશ છે.
★ પક્ષપાત જ બધા અનર્થાેનું મૂળ છે.
★ બલિદાન વિના કોઈ પણ મહાન કાર્ય કરી ન શકાય.
★ હજારો ઠોકર ખાધા પછી ચારિત્ર્યનું ઘડતર થાય છે.
★ પૂર્ણ પ્રેમ તેમજ વ્યર્થ પ્રતિકાર વિનાના અને દૃઢ શક્તિવાળા હૃદય દ્વારા ચારિત્ર્યઘડતર થાય છે.
★ ફરિયાદો અને ઝઘડાથી શું વળવાનું છે ? હંમેશાં બડબડાટ કરવાથી તમારું જીવન દુઃખમય બની જશે અને બધે અસફળતા જ સાંપડશે.
★ એકમાત્ર ઇચ્છાશક્તિથી જ બધું થઈ રહેશે.
★ બીજી બધી વસ્તુ કરતાં ઇચ્છાશક્તિ વધુ બળવાન છે.
★ ઇચ્છાશક્તિની સમક્ષ બીજું બધું શિર ઝુકાવે છે કારણ કે, ઇચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા. પવિત્ર, પ્રબળ ઇચ્છાશક્તિ સર્વશક્તિમાન છે.
★ ચિત્તશુદ્ધિ અને મૌનથી જ વાણીમાં શક્તિ આવે છે.
★ મનુષ્યે વિચારવું જોઈએ. માનવની ગરિમા એની વિચારશીલતાને લીધે જ છે.
★ આપણામાંના દરેકે કાં તો નમૌલિકથ બનવું પડશે અથવા તો કંઈ નહીં.
★ શક્તિ જ એક આવશ્યક વસ્તુ છે. બળ એ ભવરોગનું ઔષધ છે.
★ ગાળો દેવાથી કે નિંદા કરવાથી ઉન્નતિ થતી નથી.
★ દુઃખ-દારિદ્ર્ય સિવાય વધુ સારો શિક્ષક બીજો કોઈ નથી.
★ તમે દુઃખી છો એવું જાણ્યા વિના દુઃખને સહન કરો.
★ ધર્મનો અર્થ છેઃ હૃદયના અંતરતમમાં સત્યની પ્રાપ્તિ.
★ સૌથી મહાન ધર્મ છે પોતાના આત્મા પ્રત્યે સાચું બનવું.
★ વાસનારૂપી મદિરાનું પાન કરીને આખું જગત મત્ત બન્યું છે.
★ ત્યાગનો અર્થ છેઃ નમૃત્યુ માટે પ્રેમ.થ
★ સુખ અને હર્ષ નાશ પામે છે.
★ આ સદૈવ પરિવર્તનશીલ જગતમાં સત્ય શું છે એની ખોજ કરો.
★ કાલે વિજય થાય કે પરમ દિવસે કે યુગો પછી, પણ સત્યનો અવશ્ય વિજય થાય છે.
★ મન, વચન અને કર્મથી બાર વર્ષાે સુધી, પૂર્ણ સત્યનું અનુષ્ઠાન કરવાથી માનવ જે ઇચ્છે તે પામી રહે.
★ વ્યાવહારિક રૂપે વેદાન્ત જ હિન્દુઓનો ધર્મગ્રંથ છે. આધુનિક ભૌતિક-વિજ્ઞાન એ જ નિષ્કર્ષાે સુધી પહોંચ્યું છે. વેદાન્ત તો આ નિષ્કર્ષાે સુધી યુગો પહેલાં પહોંચી ચૂક્યું હતું.
★ અદ્વૈત વેદાન્તની મુખ્ય વિશિષ્ટતા છેઃ પૂર્વવર્તી મતોનો સમન્વય સ્થાપવો.
★ સંસારનો ઇતિહાસ અલ્પ સંખ્યાના માનવોએ જ રચ્યો છે.
★ જગતનો ઇતિહાસ એટલે એવા અલ્પસંખ્યક માનવીઓનો ઇતિહાસ કે જેને પોતાનામાં શ્રદ્ધા હતી.
★ રાષ્ટ્ર કે માનવ જેવી પોતાની આત્મશ્રદ્ધા ગુમાવે કે તેનું મૃત્યુ અનિવાર્ય છે.
★ પ્રત્યેક જીવાત્મા એક નક્ષત્ર છે અને એ બધાં નક્ષત્રો ઈશ્વરરૂપી આ આનંદમય, નિર્મલ, નીલાકાશમાં ગોઠવાયેલાં છે.
★ ઈશ્વરની ઉપાસના જ્ઞાનયુક્ત ભક્તિથી કરો.
★ પ્રત્યેક કાર્યમાં પોતાની સમસ્ત શક્તિનો પ્રયોગ કરો.
★ તમારા પોતાના દ્વારા ઈશ્વરને કાર્ય કરવા દો. તે એમનું જ કાર્ય છે. એમને જ કરવા દો.
★ ઐક્ય જ પ્રેમની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ છે.
★ જ્યાં સાચો પ્રેમ છે ત્યાં ભૌતિક આકર્ષણ જરાય રહેતું નથી.
★ મૂર્તિ પણ ઈશ્વર છે. માત્ર એ વિચાર કરવાની ભૂલથી બચવું જોઈએ કે ઈશ્વર પ્રતિમા-મૂર્તિ છે.
★ જેટલું તમે ધ્યાન કરશો એટલો જ તમારો વિકાસ થશે.
★ એકાગ્રતા એ સર્વજ્ઞાનનું સારભૂતતત્ત્વ છે.
★ એકાગ્રતાના વિકાસ સાથે આપણે અનાસક્તિભાવ કેળવવો જ જોઈએ.
★ એકાગ્રચિત્ત જાણે કે એક પ્રદીપ છે જેના દ્વારા આત્માનું સ્વરૂપ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
★ સમગ્ર સંગીતમાં નસોઽહમ્, સોઽહમ્થ એક એ જ સ્વર-સૂર વહી રહ્યો છે. બીજા બધા સૂર તો એનાં ભિન્ન ભિન્ન રૂપો છે.
★ હું અજન્મા, અવિનાશી, આનંદમય, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, નિત્ય, જ્યોતિર્મય આત્મા છું. – દિવસરાત આનું જ ચિંતન-મનન કરો, જ્યાં સુધી તમારા જીવનનું અવિચ્છેદ્ય અંગ ન બની જાય ત્યાં સુધી એનું જ ચિંતન મનન કરો.
★ તમે કોઈને સહાય ન કરી શકો પણ તેની માત્ર સેવા કરી શકો.
★ એ જ લોકો ધન્ય છે જેમણે પોતાનાં જીવન બીજાની સેવા કાજે હોમી દીધાં છે.
★ જ્યાં સુધી આપણે બીજાની સેવાઓ લઈએ છીએ ત્યાં સુધી બીજાની સેવા કરવા આપણે બંધાયેલા છીએ.
★ ભૌતિકતા જાય નહીં ત્યાં સુધી કદી આધ્યાત્મિકતા પ્રાપ્ત ન થાય.
★ ત્યાગ કરવા સમર્થ થવું હોય તો, આપણે લાગણીવેડાથી પર થવું જોઈએ.
★ આપણે હંમેશાં આપણી નિર્બળતાને બળ તરીકે, આપણી લાગણીઓને પ્રેમ તરીકે અને આપણી કાયરતાને હિંમત તરીકે ખપાવવા પ્રયત્ન કરીએ છીએ.
★ આપણે સત્યનો એકરાર કરીએઃ આપણે જે નથી તેવા લોકો આપણને માને એ માટેની કોશિશમાં આપણી જિંદગીની નવદશાંશ શક્તિ ખર્ચાય છે.
★ એક વિચારને પકડીને તેની જ ઉપાસના કરો, તમારા પુરુષાર્થમાં ધીરજપૂર્વક આગળ ધપો, એટલે તમારા માટે સૂર્યાેદય થશે.
★ પ્રેમ, સહૃદયતા અને ધીરજ આ સિવાય બીજું કંઈ જરૂરી નથી. ઊઠો, જાગો; તમારી જાતને જગાડો અને બીજાને પણ જાગ્રત કરો.
★ મારા પુત્રો, તમે સૌ મનુષ્ય થજો. હું એ માગું છું ! તમને થોડી પણ સફળતા મળશે તો મારું જીવવું મને સાર્થક લાગશે.
★ લોકોએ વ્યવહારુ અને શારીરિક રીતે બળવાન બનતાં શીખવું જોઈએ. આવા મુઠ્ઠીભર નર-સિંહો જગત જીતશે, લાખો ઘેટાં નહીં.
★ ઇચ્છાઓ આપણને ભિખારી બનાવી દે છે અને આપણે તો મહારાજાનાં સંતાન છીએ, નહીં કે ભિખારીનાં.
★ કદી નનાથન કહો, ક્યારેય એમ ન કહો કે નહું ન કરી શકુંથ કારણ કે તમે અનંત શક્તિશાળી છો.
★ કદી નમારુંપ નમારુંપ ન કરો. જ્યારે જ્યારે આપણે નમારુંપ નમારુંપ કરીએ છીએ ત્યારે આપણા પર આપત્તિ ખાબકે છે.
★ ગરીબોને તો જ્ઞાનપ્રકાશ આપો પણ અમીરોને જરા વધારે જ્ઞાનપ્રકાશ આપો કારણ કે એમને તેની ગરીબો કરતાં વધારે જરૂર છે.
★ અજ્ઞાની સામે જ્ઞાનદીપ ધરો પણ કહેવાતા શિક્ષિત સામે જરા વધુ તેજસ્વી જ્ઞાનદીપ ધરો કારણ કે કહેવાતા શિક્ષણનો દંભ વધારે ભયંકર છે.
★ નમારું શું થશે ?થ એવો ભય ક્યારેય ન રાખો અને પરાવલંબી ન બનશો. પરાશ્રય એ જ દુઃખનું મૂળ છે.
★ હે મહાન આત્માઓ ! ઊઠો, જાગો ! આ દુનિયા દુઃખના દાવાનળમાં ભડકે બળે છે ત્યારે તમે સૂઈ શકો ખરા ?
★ જ્યાં સુધી સમગ્ર વિશ્વ પ્રભુમય ન બની જાય ત્યાં સુધી હું માનવીઓને સર્વત્ર પ્રેરણા આપતો રહીશ.
★ મારો ધર્મ શીખવે છે કે ભય એ સૌથી મોટું પાપ છે.
★ મને નિર્ભયતા અને અદમ્ય સાહસ ગમે છે અને મારા દેશબાંધવો પણ આ જ જુસ્સો કેળવે એ મને આવશ્યક લાગે છે.
★ દુનિયામાં હું એક જ વસ્તુને ધિક્કારું છું અને તે છે દંભ.
★ મને અનુસરનારો એક જ માનવી હશે તો ચાલશે પરંતુ, તે મરણપર્યંત સત્યપ્રિય અને નિષ્ઠાવાન હોવો જ જોઈએ.
★ હું સુધારણામાં માનતો નથી; હું પ્રગતિમાં માનું છું.
★ હું બીજાઓની સેવા માટે નરકમાં જવા પણ તૈયાર છું.
★ હું મારું કાર્ય વિદ્યુતના ચમકારાની ગતિથી કરવા માગું છું અને તે પણ એક ખડકની જેમ અડગ હોવું જોઈએ.
★ મારો સંકલ્પ આ છેઃ આદર્શને પામવો કે તે માટે પોતાનું જીવન હોમી દેવું.
★ હું ગરીબ છું અને ગરીબોને ચાહું છું.
★ કાર્ય કરવું એ ઘણું સારું છે. પરંતુ તે વિચારમાંથી આવે છે. એટલે મસ્તકને ઉન્નત વિચારોથી, સર્વાેચ્ચ આદર્શાેથી ભરી દો; તેમને દિનરાત તમારી દૃષ્ટિ તરફ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યાેનો જન્મ થશે.
★ નમારા શબ્દો પ્રાણ છે અને એ જીવન છે.થ ઈશુના આ શબ્દો તમે સાંભળ્યા છે. એ જ રીતે મારા શબ્દો પણ પ્રાણ છે અને જીવન છે; તમારા મસ્તકમાં એ અગ્નિ પ્રવેશ કરશે અને એનાથી તમે કદી છટકી નહીં શકો.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



