૧. ધર્મ એટલે પૂર્વથી જ માનવમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ.

૨. પવિત્ર અને નિઃસ્વાર્થી થવા પ્રયત્ન કરજો. બધો ધર્મ એમાં જ આવી જાય છે.

૩. જે ઈશ્વર અગર જે ધર્મ વિધવાનાં અશ્રુઓ લૂછી ન શકે કે અનાથના મુખમાં રોટલાનું બટકું આપી ન શકે એવા ઈશ્વર કે ધર્મમાં હું માનતો નથી.

૪. મારાં બાળકો ! તમારે માટે કેવળ નીતિમત્તા અને શૌર્ય સિવાય બીજો કોઈ ધર્મ નથી. ડરપોક, પાપી, ગુનેગાર કે નિર્બળ બનશો નહિ. બાકીનું બધું થઈ રહેશે.

૫. સાચી ધાર્મિકતાની કસોટી સમસ્ત માનવજાત પ્રત્યેના પ્રેમમાં અને ઉદારતામાં રહેલી છે.

૬. તમે નિઃસ્વાર્થ છો કે નહિ આ જ મહત્ત્વનો પ્રશ્ન છે. તમે જો નિઃસ્વાર્થી હશો તો એકેય ધાર્મિક ગ્રંથ વાંચ્યા વગર કે એકેય દેવળ મંદિરમાં ગયા વગર પૂર્ણ બનશો.

૭. જીવનમાં ઉત્તમમાં ઉત્તમ ભોમિયો છે તાકાત. બીજી બધી બાબતોની પેઠે ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ જ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો.

૮. ધર્મ વિશે કદી વાદવિવાદ ન કરો. ધર્મ વિશેના તમામ ઝઘડાઓ અને વિવાદો એટલું જ બતાવે છે કે આપણામાં આધ્યાત્મિકતા નથી. ધાર્મિક ઝઘડા હંમેશાં ફોતરાં માટે થાય છે. જ્યારે પવિત્રતા ચાલી જાય છે, જ્યારે આધ્યાત્મિકતા રહેતી નથી, જ્યારે આત્મા શુષ્ક બની જાય છે, ત્યારે જ ઝઘડા શરૂ થાય છે, તે પહેલાં નહીં.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories