મધ્વાચાર્યના ભાષ્યમાં તર્કને સ્થાન જ નથી; તે બધુંય વેદના ઈશ્વરીય જ્ઞાનમાંથી લેવાયેલું છે.

રામાનુજ કહે છે કે વેદોનું અધ્યયન સૌથી વધુ પાવનકારી છે. ઉપલા ત્રણ વર્ણના છોકરાઓને સૂત્ર (જનોઈ) આપો અને આઠ, દશ કે અગિયાર વર્ષની ઉંમરે તેમને વેદનો અભ્યાસ શરૂ કરાવો, એટલે કે ગુરુ પાસે જઈને સંપૂર્ણ સ્વરો અને ઉચ્ચારો સહિત વેદોનો અભ્યાસ કરાવો.

જપ એટલે પવિત્ર નામનું રટણ; આની દ્વારા ભક્ત અનંતને પહોંચે છે. યજ્ઞ અને કર્મકાંડરૂપી આ નૌકા બહુ જ નબળી છે; મુક્તિસ્વરૂપ એકમાત્ર બ્રહ્મને જાણવા માટે તેથી વિશેષની આપણને જરૂર છે. મુક્તિ એટલે અજ્ઞાનનો નાશ, એથી વધુ કંઈ જ નહીં અને આપણે બ્રહ્મને જાણીએ ત્યારે જ અજ્ઞાનનો નાશ થાય. વેદાંતનો અર્થ સમજવા માટે આ બધાં કર્મકાંડો કરવાની જરૂર નથી; ૐકારનો જપ જ બસ છે.

ભેદભાવ જોવો તે સર્વ દુઃખનું કારણ છે અને ભેદભાવ જોવાનું કારણ અજ્ઞાન છે. એટલા માટે જ કર્મકાંડની જરૂર નથી, કારણ કે તેનાથી અસમાનતાની ભાવના વધે છે, કાં તો કંઈક દૂર કરવા માટે અગર તો કંઈક મેળવવા માટે આ કર્મો કરાય છે.

બ્રહ્મ નિષ્ક્રિય છે, આત્મા બ્રહ્મ છે અને આપણે આત્મા છીએ; આ જાતનું જ્ઞાન સર્વ દોષોને હરી લે છે. તેનું શ્રવણ કરવું જોઈએ, તેનું મનન કરવું જોઈએ અને છેવટે તેનો સાક્ષાત્કાર થવો જોઈએ.

મનન એટલે તર્કશક્તિનો ઉપયોગ કરીને આ જ્ઞાનને તર્ક દ્વારા આપણામાં સ્થિર કરવું તે. સાક્ષાત્કાર એટલે આ જ્ઞાનના સતત ચિંતનથી તેને આપણા જીવનનો એક ભાગ બનાવવો. તે આ સતત ચિંતન કે ધ્યાન, એ એક વાસણમાંથી બીજા વાસણમાં અતૂટ ધારાથી રેડાતા તેલ જેવું છે. ધ્યાન મનને આ જ વિચારમાં અહોરાત્ર રોકી રાખે છે અને એ રીતે મુક્તિ મેળવવામાં મદદ કરે છે. હંમેશાં ‘सोऽहम्, सोऽहम्’ નું ચિંતન કરો; તે લગભગ મુક્તિ જેવું જ છે. દિવસરાત તેનું ચિંતન કરો; આ સતત ચિંતનના પરિણામે સાક્ષાત્કાર થશે. ભક્તિ શબ્દનો અર્થ છે ઈશ્વરનું આ એકનિષ્ઠ અને અખંડ સ્મરણ.

આ ભક્તિને બધાં સત્કર્મો પરોક્ષ રીતે મદદ કરે છે. દુષ્ટ વિચારો અને દુષ્કર્મો કરતાં સદ્વિચારો અને સત્કર્મો ઓછો ભેદભાવ ઉત્પન્ન કરે છે, તેથી પરોક્ષ રીતે તેઓ મોક્ષ તરફ દોરી જાય છે. કર્મો કરો, પણ પરિણામો ઈશ્વરને સોંપો. કેવળ જ્ઞાન જ આપણને પૂર્ણ બનાવે છે. જે સત્યરૂપી ઈશ્વરને ભક્તિપૂર્વક અનુસરે છે તેની પાસે સત્યરૂપી ઈશ્વર પ્રગટ થાય છે.

* * *

આપણે દીપકો છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. જે કાંઈ આપણે કરી શકીએ તે દીવાને સ્વચ્છ રાખવાનું છે. જીવન એ એક બનાવેલી વસ્તુ છે, એક મિશ્રણ છે અને એવું હોવાથી તે તેનાં મૂળ તત્ત્વોમાં પાછું ભળી જ જવાનું.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories