(દત્તાત્રેયની અવધૂત ગીતા)

(અત્રિ અને અનસૂયાના પુત્ર દત્તાત્રેય ઋષિ હોઈ તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો અવતાર હતા.)

‘બધું જ્ઞાન ચિત્તની શાંતિ ઉપર આધાર રાખે છે.’

‘જે વિશ્વને ભરી રહેલો છે, જે આત્માનો પણ આત્મા છે, તેને હું કઈ રીતે નમન કરું!’

આત્માને પોતાના સ્વભાવ તરીકે જાણવો તે જ્ઞાન અને સાક્ષાત્કાર બંને છે. ‘હું તે છું; તે વિશે શંકાને લેશ પણ સ્થાન નથી.’

‘કોઈ પણ વિચાર, કોઈ પણ શબ્દ, કોઈ પણ કર્મ મારે માટે બંધનકર્તા નથી. હું ઇંદ્રિયોથી પર છું, હું જ્ઞાન અને આનંદસ્વરૂપ છું.’

નથી અસ્તિત્વ કે નથી નાસ્તિત્વ, સર્વ કંઈ આત્મા જ છે. સાપેક્ષતાના સઘળા વિચારોને ખંખેરી નાખો, વહેમો સઘળા ખંખેરી નાખો; જ્ઞાતિ અને જન્મ અને દેવો અને બીજું બધું જ નાશ પામી જવા દો. હોવું અને બનવું તે વિશે વાત જ શા માટે કરવી? દ્વૈતવાદ અને અદ્વૈતવાદની વાત કરવી જ છોડી દો! તમે બે હતા જ ક્યારે કે તમે બેની કે એકની વાત કરો છો? આ પુણ્યાત્મા એકલો જ વિશ્વરૂપ છે. તમને પવિત્ર બનાવવા માટે યોગ વગેરેની વાત ન કરો. તમે તમારા સ્વભાવે જ પવિત્ર છો; તમને કોઈ ઉપદેશ આપી શકે નહીં.

જે માનવીએ આ અવધૂત ગીતા લખી તેવાઓ જ ધર્મને જીવંત રાખે છે. તેઓએ ખરેખરો સાક્ષાત્કાર કર્યો છે. તેઓ કોઈની પરવા કરતા નથી; શરીરને કંઈ થયું હોય તો તે તેમને અસર કરતું નથી; ગરમીની, ઠંડીની, ભયની કે બીજી કોઈ પણ બાબતની તે પરવા કરતા નથી. તેઓ શાંત બેસે છે અને આત્માના આનંદનો ઉપભોગ લે છે; ભલે લાલ અંગારા તેમના શરીરને બાળે છતાંય તેમને તેની અસર થતી નથી.

‘જ્યારે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની ત્રિપુટીનું બંધન નાશ પામે, ત્યારે કેવળ આત્મા રહે.’

જ્યાં ભ્રમણાનું બંધન અને સ્વાતંત્ર્ય નાશ પામે છે, ત્યાં આત્મા રહે છે.

‘તમે મનોનિગ્રહ કર્યો હોય તોય શું અને ન કર્યો હોય તોય શું? તમારી પાસે પૈસા હોય તો ય શું અને ન હોય તોય શું? તમે સદા પવિત્ર આત્મા છો. કહોઃ ‘હું આત્મા છું; કાંઈ પણ બંધન મારી સમીપ કદીય આવ્યું જ નથી. હું અવિકારી આકાશ છું; માન્યતાનાં વાદળો મારી ઉપરથી ભલે પસાર થાય, પણ તે મને સ્પર્શતાં નથી.’

‘પુણ્યને બાળો, પાપને પણ બાળો. મુક્તિ એ બચ્ચાંની વાત છે. હું તો તે અવિનાશી જ્ઞાન છું; હું તે પવિત્રતા છું.’

‘કોઈ પણ કદીયે બદ્ધ ન હતો, કોઈ પણ કદી મુક્ત ન હતો. મારા સિવાય બીજું કોઈ છે જ નહિ. હું અનંત છું, સર્વદા મુક્ત છું. મારી સાથે વાત ના કરો. મને, જ્ઞાનના અર્કને કોણ બદલી શકશે! કોણ શીખવે અને કોને શીખવે?

દલીલોને, તત્ત્વજ્ઞાનને ખાડામાં નાખો.

‘માત્ર ગુલામ જ ગુલામો જુએ છે. ભ્રમિત જ ભ્રમણા જુએ છે, અપવિત્ર જ અપવિત્રતાને જુએ છે.’

દેશ, કાળ અને નિમિત્ત એ બધાં ભ્રમ છે. તમે બદ્ધ છો અને મુક્ત થશો તેમ માનો છો, તે તમારો રોગ છે. તમે અવિકારી આત્મા છો. વાતો ન કરો. શાંતિથી બેસી જાઓ અને બધી ચીજોને ઓગળી જવા દો; તેઓ માત્ર સ્વપ્નાં છે. ત્યાં કશો ભેદ નથી, કોઈ વિશિષ્ટતા નથી; તે બધો વહેમ છે. માટે ચૂપ થઈ જાઓ અને તમે શું છો તે જાણો.

‘હું આનંદનું સારતત્ત્વ છું.’ કોઈ આદર્શની પાછળ પડો નહિ; જે કાંઈ છે તે તમે જ છો. કોઈ વસ્તુથી ડરો નહિ; તમે જીવનનું સત્ત્વ છો. શાંતિ રાખો; તમે પોતાને અસ્વસ્થ બનાવો નહિ. તમે બંધનમાં કદી હતા જ નહીં; તમે કદીય પુણ્યાત્મા કે પાપી હતા જ નહિ. આ બધી ભ્રમણાને છોડો અને શાંતિમાં રહો. ભક્તિ કોની કરવી? ભક્તિ કોણ કરે? સર્વ કંઈ આત્મા જ છે. બોલવું, વિચારવું તે બધું વહેમ છે. વારંવાર રટણ કરો કે ‘હું આત્મા છું, હું આત્મા છું.’ બીજું બધું જવા દો.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories