૧. વીરતાપૂર્વક આગળ ધપો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશાં સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.

૨. ડરો નહીં. તમે કેટલી વખત નિષ્ફળ ગયા છો તેનો વિચાર ન કરો. હરકત નહીં; કાળ અનંત છે. આગળ વધો.

૩. દરેક માનવીની સફળતા પાછળ કયાંક પણ જબરદસ્ત સચ્ચાઈ, જબરજસ્ત પ્રમાણિકતા રહેલાં જ હોવાં જ જોઈએ; જીવનમાં તેની અસાધારણ સફળતાનું કારણ એ જ છે.

૪. અનંત શ્રદ્ધા અને બળ, એ જ માત્ર સફળતાનું રહસ્ય છે.

૫. દૃઢતાપૂર્વક આગળ વધો. અત્યાર સુધીમાં આપણે અદ્ભુત કાર્યો કર્યાં છે. બહાદુરો ! આગળ ધપો. આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ !

૬. અનંત ધૈર્ય, અનંત પવિત્રતા અને અનંત ખંત, એ જ કોઈપણ શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનું રહસ્ય છે.

૭. હિંમત રાખો અને કાર્ય કર્યે જાઓ. ધીરજ રાખવી અને દૃઢતાથી કાર્ય કરવું, એ જ એકમાત્ર માર્ગ છે. આગળ ધપો; અને યાદ રાખજો કે …. જ્યાં સુધી તમે પવિત્ર અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હશો, ત્યાં સુધી તમને નિષ્ફળતા કદી નહિ સાંપડે.

૮. કોઈપણ કાર્યને સફળતા મળતાં પહેલાં સેંકડો મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જેઓ ખંતથી મંડ્યા રહે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે, પછી વહેલી કે મોડી.

૯. આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમ: જો તમારામાં આ ત્રણ હશે, તો તમારી પ્રગતિને કંઈ પણ રોકી નહીં શકે.

૧૦. ‘છાયા અને ફળ બન્નેવાળું હોય તેવાં મહાન વૃક્ષનો આશરો લેવો જોઈએ; છતાં, જો ફળો ન મળે તો પણ આપણને છાયાની મોજ માણતાં કોણ રોકે છે ?’ મહાન પ્રયાસો પણ તેવા જ વિચારથી કરવા જોઈએ, તે આનો સાર છે.

૧૧. કોઈ પણ અધીરો માનવી કદી પણ સફળતા મેળવી શકે નહીં.

૧૨. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઇચ્છા સાથે જોડાઈ જઈને કર્મ કરો. એટલું જરૂર જાણજો કે જે માણસ ફતેહ પામવાને સર્જાયો હોય છે, તે પોતાના મનને પ્રબળ ઇચ્છાશક્તિ જોડે સાંકળે છે અને ખંતથી મંડયો રહે છે.

૧૩. નિરાશ ન થશો. સારું અમૃત પીવા ન મળતું હોય તો ઝેર પીવું જોઈએ એવું કંઈ જ નથી.

૧૪. મારા ‘ધ્યેય’ની સાથે મારું સમગ્ર જીવન છે; મદદ માત્ર એક ‘ઈશ્વર’ની, બીજા કોઈની નહીં ! સફળતાની એ જ ચાવી છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories